June 30, 2020
  • Home
  • અપરાધ
  • રાજકોટમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ વારંવાર શારીરિક સુખ માણ્યું, હવસને પ્રેમ સમજી બેસતા….
અપરાધ

રાજકોટમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ વારંવાર શારીરિક સુખ માણ્યું, હવસને પ્રેમ સમજી બેસતા….

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ખુદને દવાનો ડીલર ગણાવતા શખસે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ લગ્ન કરવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે પોલીસ ફરિયાદ નોધાવી છે.

શહેરના કોલાવડ રોડ પર આવેલી શાળામાં ધોરણ-6માં ભણાવતી શિક્ષિકાના વર્ગમાં બે ટ્વીન્સ બાળકો અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે વિદ્યાર્થીના પિતા દિવ્યેશ નટવરલાલ જાટકીયા અને તેના પત્ની બિંદુબેન સાથે વારંવાર મળવાનું થતું હતું. જેના કારણે તે દિવ્યેશના પરિચયમાં આવી હતી. બાદમાં આરોપી દિવ્યેશે વારંવાર ફોન કરીને તેની સાથે વાતો કરીલ હતી અને મળતા હતા. તો આરોપીએ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાની વાત કહીને લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદમાં મોબાઈલ નંબર લઈને વોટ્સઅપ પર ચેટિંગ કરતા હતા.

બાદમાં રજાના દિવસોમાં આરોપી શિક્ષિકાને કારમાં બેસાડીને લોંગ ડ્રાઈવ પર ફરવા માટે લઈ જતો હતો ત્યારે પણ લગ્ન કરવાની વાતો કરતો હતો. એ વખતે શિક્ષિકાએ લગ્નની ના પાડતા આરોપીએ ભૂતખાના ચોક રાજુ કલરની ઉપર અરીહંત ડીસ્ટ્રીબ્યૂટર નામની ઓફિસે મળવાની વાત કરી હતી. ઓફિસે મળવા જતા ફરી લગ્નની ચર્ચા કરી હતી અને તેણે તેની પત્ની સાથે છુટાછેડા લઈ લીધા હોવાની વાત કરીને પોતે આર્થિત રીતે સુખી સંપન્ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દવાના હોલસેલ વેપારી હોવાનું જણાવી ગાડી, બંગલા અને સુખ સાયબીની વાતો કરી હતી. અને લગ્નની લાલચ આપીને શરીર સુખ બાંધ્યું હતું.

 

તેમજ થોડા દિવસો પછી આરોપીએ ઘરે આવીને એકલતાનો લાઊ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં ઓફિસે બોલાનીને પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં આરોપીએ શરીર સુખની માંગમી કરતા શિક્ષિકાએ ઈન્કાર કર્યો હતો અને આરોપીએ જાનતી મારી નાંખવાની ધમકી આપી હતી. લગ્નની ના પાડતા આ અંગે પીડીતાએ સઘળી હકીકત પરિવારજનોને કરી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ધાંધલ્ય અને નિલેશભાઈ એ આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Comment