June 30, 2020
  • Home
  • મનોરંજન
  • તારક મેહતા ઉલ્ટા ચશ્મા ની માધવી ભાભી છે મોંઘી ગાડીઓ ની શોખીન , એક દિવસ ની ફી જાણી ચોંકી જશો!
મનોરંજન

તારક મેહતા ઉલ્ટા ચશ્મા ની માધવી ભાભી છે મોંઘી ગાડીઓ ની શોખીન , એક દિવસ ની ફી જાણી ચોંકી જશો!

તારક મહેતાના ઉલટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનું પાત્ર ભજવનારી સોનિલાક જોશી ગત 11 વર્ષથી આ શોથી જોડાયેલી છે. સીરીયલમાં પોતાની સાદગીથી દર્શકોની દિલ જીતનારી આ અભિનેત્રી ખરેખર લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે. રીલ લાઇફમાં પાપડ તેમજ અથાણું બનાવવાની શોખીન સોનાલિક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આવો જાણીએ કેવી છે 43 વર્ષની આ અભિનેત્રીની લાઇફસ્ટાઇલ…

મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5, જૂન 1976માં થયો હતો. સોનાલિકાએ તેની કોલેજનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી કર્યો તેણે તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સીરિયલોમાં નજરે પડી ચુકી છે.

સીરિયલમાં આત્મારામ ભીડેની પત્ની તેમજ એક પુત્રી સોનુની મા માધવી રીઅલ લાઇફમાં પણ પરણિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલિકા જોશીએ 5 એપ્રિલ 2004એ સમીર જોશીની સાથે લગ્ન કર્યા હતા. સોનાલિકા અને સમીરની એક પુત્રી પણ છે. જેનું નામ આર્યા જોશી છે.

શોમાં સૌની ફેવરિટ માધવી ભાભીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવે છે, સીરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં નજરે પડનારી સોનાલિકા તેની સાદગી તેમજ બોલવા પરથી ઓડિયન્સ વચ્ચે પોપ્યુલર છે. એક રિપોર્ટ અનુસાર સોનાલિકા તારક મહેતાના ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા પર રોજના 25 હજાર રૂપિયા લે છે.

અલગ-અલગ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરવવાનો શોખ રાખનારી સોનાલિકા અવનવી ગાડીઓની શોખીન છે. કેટલાક સમય પહેલા આ ટીવી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમા તે તેની નવી ગાડીના બાજુમાં જોવા મળી રહી છે. ફોટોમાં સોનાલિકાની સ્માઇલ જોઇને આ વાત જાણી શકાય કે તે આ નવા મહેમાનના આવવાથી કેટલી ખુશ છે. તેણે એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે આ કોઇ સપનું સાચુ થવા જેવું છે.

 

Related posts

खूबसूरत अभिनेत्रियों से कम नहीं है इन कॉमेडियन की पत्नियां,देखे तस्वीरे .

Gujju Stars

Leave a Comment