ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ પોતાની પહેલી વનડે ડબલ સેન્ચ્યૂરીનો ક્રેકિડ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો છે. રોહિત શર્મા 2 નવેમ્બર, 2013ના રોજ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રનની ઈનિંગ રમ્યો હતો. રોહિત શર્મા દુનિયાનો એકમાત્ર એવો બેટ્સમેન છે, જેના નામે વનડે ક્રિકેટમાં 3 ડબલ સેન્ચૂરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પહેલી ડબલ સેન્ચ્યૂરી માટે રોહિતે ધોનીનો તેમા મોટો રોલ ગણાવ્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે લાઈવ ચેટ દરમિયાન જણાવ્યું કે, તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોની મારી સાથે ઈનિંગના અંત સુધી રહ્યો, જેમા હું ડબલ સેન્ચ્યૂરી મારી શક્યો હતો.
રોહિત શર્માએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ઓવરોમાં તેણે ધોની સથે 38 બોલ પર 62 રનની ભાગીદારી કરી, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. રોહિત શર્માએ જણાવ્યું કે, મેં નહોતું વિચાર્યું કે વનડેમાં હું ડબલ સેન્ચ્યૂરી મારી શકીશ. ધોની મને મોટિવેટ કરી રહ્યો હતો કે હું રિસ્ક લઈશ, પરંતુ તું સેટ બેટ્સમેન છે અને હું ઈચ્છું છું કે, તું પૂરી 50 ઓવરો સુધી રમે.
આ રીતે ધોનીની વાત માનીને રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પહેલી ડબલ સેન્ચ્યૂરી મારી હતી. જણાવી દઈએ કે, રોહિત શર્માએ વનડેમાં ત્રણ ડબલ સેન્ચ્યૂરી મારી હતી. વનડેમાં રોહિતના નામે 9115 રન છે. રોહિતના નામે 108 T-20 ઈન્ટરનેશનલ મેચોમાં 2773 રન છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિતના નામે દુનિયામાં સૌથી વધુ 4 સેન્ચ્યૂરી છે. IPLમાં હેટ્રિક લેનારાઓમાં રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિતે IPLમાં ખૂબ જ ઓછી બોલિંગ કરી છે. 2009માં ડેક્કન ચાર્જર્સ માટે રમતા તેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ એક મુકામ હાંસલ કર્યું હતું. તે સિઝનમાં રોહિતે હેટ્રિક સહિત 11 વિકેટ લીધી હતી. તેણે IPLમાં અત્યારસુધીમાં કુલ 15 વિકેટ લીધી છે.