June 30, 2020
  • Home
  • રમતગમત
  • ક્રિકેટની દુનિયાના સૌથી અમીર top – 10 ક્રિકેટર, જેમાં ભારત ના સામેલ ક્રિકેટરો વિશે જાણો
રમતગમત

ક્રિકેટની દુનિયાના સૌથી અમીર top – 10 ક્રિકેટર, જેમાં ભારત ના સામેલ ક્રિકેટરો વિશે જાણો

ક્રિકેટર ની સંપતિ વધારવા પાછળ ના ઘણા કારણો હોય છે જેમાં એક તો તેની મેચની ફીની આવક અને બીજી સ્પોન્સરશિપની આવક. વિશ્વમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને ભારતમાં તો તેના કરોડો ફેન્સ છે. ભારતમાં કોઈ પણ મોટા ક્રિકેટની લોકપ્રિયતા બોલિવૂડના સ્ટાર જેટલી જ અને કયારેક તો તેના કરતાં પણ વધુ હોય છે. ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂ એટલી તગડી હોય છે કે મોટા ભાગની કંપનીઓ તેમની પાસે જ પોતાની કંપનીની એડ કરાવતી હોય છે. ઘણી વાર તો આ માટે તેઓ કરોડો રૂપિયા પણ ચૂકવતા હોય છે. આ જ કારણે ક્રિકેટરો મેચો સિવાયના સમયે જાહેરાતો કરીને કરોડો રૂપિયા પણ કમાઈ લેતા હોય છે.

વિશ્વના મોખરાના દસ ક્રિકેટરની કમાણી કે સંપત્તિની વાત આવે તો તેમાં ભારત મોખરે છે કેમ કે ટોપ-10માંથી પાંચ ભારતીયો છે અને મોખરાના ત્રણ સ્થાન તો ભારતીયો પાસે જ છે. સચિન તેંડુલકરની સંપત્તિ 870 કરોડ રૂપિયા છે જે દુનિયાના તમામ ક્રિકેટર કરતાં વધારે છે. ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ક્રમ સચિન બાદ આવે છે જે હાલમાં 840 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેની પાસે સંખ્યાબંધ દેશી અને વિદેશી કંપનીઓના કરાર પડેલા છે.

ત્રીજા ક્રમે આવે છે વર્તમાન ટીમનો સુકાની વિરાટ કોહલી. 70 ઇન્ટરનેશનલ સદી ફટકારી ચૂકેલા કોહલીની ગણતરી સુપરસ્ટારમાં થાય છે. ફોર્બ્સ 2019ની 100 સૌથી વધુ કમાણી કરતાં રમતવીરોની યાદીમાં પણ તેને સ્થાન મળ્યું હતું. કોહલીની કુલ સંપત્તિ 696 કરોડ રૂપિયાની છે. તે ગૂગલ, કોલગેટ, પેપ્સી, ઓડી,ઉબેર સહિત ઘણી કંપનીને પ્રમોટ કરે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગની સંપત્તિ 492 કરોડ રૂપિયા છે તો બ્રાયન લારા 454 કરોડ રૂપિયા ધરાવે છે ત્યાર પછીના ક્રમમાં શેન વોર્ન (394 કરોડ), વીરેન્દ્ર સેહવાગ (303 કરોડ), જેક્સ કાલિસ (265 કરોડ), યુવરાજસિંઘ (265 કરોડ)નો સમાવેશ થાય છે.

Related posts

રોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને લીધે….

Gujju Stars

સચિન, દ્રવિડ અને ગાંગુલી ને આઉટ કરનારો બોલર જેલ માં ગયો અને હવે યોગ ગુરુ બની ગયો…..

Gujju Stars

જો તમે મહેન્દ્રસિંહ ધોનીના ફેન હોય તો જ આ પોસ્ટ વાંચજો, ધોની વિશે અજાણ વાતો

Gujju Stars

Leave a Comment