July 1, 2020
  • Home
  • રમતગમત
  • સચિન, દ્રવિડ અને ગાંગુલી ને આઉટ કરનારો બોલર જેલ માં ગયો અને હવે યોગ ગુરુ બની ગયો…..
રમતગમત

સચિન, દ્રવિડ અને ગાંગુલી ને આઉટ કરનારો બોલર જેલ માં ગયો અને હવે યોગ ગુરુ બની ગયો…..

ક્રિકેટ એવી રમત છે જે કોઈ ખેલાડીનું જીવન બદલી શકે છે કોઈ જમીનથી આસમાન પર પહોંચી શકે છે તો તેનાથી વિરુદ્ધનું પણ થતું હોય છે. એક એવા ખેલાડીની વાત કરવી છે જે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોને આઉટ કરી ચૂક્યો છે પરંતુ ત્યાર બાદ તેની કારકિર્દી રાતોરાત બરબાદ થઈ ગઈ. તે બેકાર બની ગયો અને તેને જેલની હવા પણ ખાવી પડી. તે ડિપ્રેશનમાં પણ આવી ગયો અને તેણે આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. પછી યોગે તેનો જીવ બચાવ્યો અને આજે તે યોગ ગુરુ બની ગયો છે.

આપણે વાત કરી રહ્યા છીએ ઝિમ્બાબ્વેના ઝડપી બોલર બ્રાયન સ્ટ્રેંગની. જે આજે યોગ ગુરુ છે. તે યોગની સાથે સાથે માર્શલ આર્ટ પણ શીખવે છે. વિશ્વભરનો પ્રવાસ કરીને તે લોકોને યોગ અંગે પ્રવચનો પણ આપે છે. આખરે તે ક્રિકેટરમાંથી યોગ ગુરુ કેવી રીતે બની ગયો. બ્રાયન સ્ટ્રેંગ ઝિમ્બાબ્વે માટે 26 ટેસ્ટમાં 56 વિકેટ અને 49 વન-ડેમાં 46 વિકેટ ખેરવી ચૂક્યો હતો. તેના પિતા રોનાલ્ડ અને ભાઈ પૌલ સ્ટ્રેંગ પણ ઝિમ્બાબ્વે માટે રમ્યા હતા.

બ્રાયને ભારતે દિગ્ગજો ઉપરાંત ઇંઝમામ ઉલ હક અને આમિર સોહૈલને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. પણ, 2001માં તેની કારકિર્દી રાતોરાત પૂરી થઈ ગઈ જ્યારે તેણે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની કોટા સિસ્ટમનો વિરોધ કર્યો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જેલમાંથી મુક્ત થયા બાદ તે લંડન ચાલ્યો ગયો પરંતુ ત્યાં તે ડિપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. ત્યાંથી તે ભારત આવ્યો અને યોગનું શિક્ષણ લીધું. અહીંથી તેનું જીવન બદલાઈ ગયું અને તેણે બિઝનેસ શરૂ કરી દીધો. આજે તે સમગ્ર દુનિયામાં યોગનું શિક્ષણ આપે છે અને સાથે સાથે માર્શળ આર્ટની પણ ટ્રેનિંગ આપે છે.

Related posts

જો તમે મહેન્દ્રસિંહ ધોનીના ફેન હોય તો જ આ પોસ્ટ વાંચજો, ધોની વિશે અજાણ વાતો

Gujju Stars

રોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને લીધે….

Gujju Stars

ક્રિકેટની દુનિયાના સૌથી અમીર top – 10 ક્રિકેટર, જેમાં ભારત ના સામેલ ક્રિકેટરો વિશે જાણો

Gujju Stars

Leave a Comment